Sunday, May 4, 2025

મોરબીમાં પબજી ગેમના બંધાણી યુવાનને માતા-પિતાએ ઠપકો આપી મોબાઇલ ભાંગી નાખતા ઘર છોડીને ગયેલ યુવાન 15 દિવસે પરત ફર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માળીયા વનાળિયામાં આવેલા લાયન્સ નગરમાં પબજી ગેમના બંધાણી યુવાનને માતાપિતાએ ઠપકો આપી મોબાઈલ ભાંગી નાખતા ઘર છોડી ચાલ્યો ગયેલ યુવાન ૧૫ દિવસ બાદ પરત ફર્યો.

મળતી માહિતી મુજબ મોરબીના માળીયા વનાળિયામાં આવેલા લાયન્સ નગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો પુત્ર મનીષભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૧૮) સતત મોબાઈલમાં પબજી ગેમ રમ્યા કરતો હોય જેથી માતાપિતાએ કંટાળી જઈ ઠપકો આપવાની સાથે મોબાઈલ તોડી નાખતા ગત તા.૨૫ જુલાઈના રોજ મનિષ બપોરના સમયે ઘર છોડી ચાલ્યો ગયો હતો. જે બાબતે ધનજીભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પુત્રની ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગઈકાલે મનીષ પોતાની જાતે જ ઘરે પરત આવી જતા યુવાનનાં માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Total Website visit

1,502,738

TRENDING NOW