મોરબી: મોરબીના તુલીત એપા અવની ચોકડી નજીક પી.ઓ.પી. નું કામ કરતી વેળાએ છઠ્ઠા માળેથી નીચે પડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ગાયત્રી નગર શેરી નં-૦૪ વાવડી રોડ પર રહેતા ૩૫ વર્ષીય રામવિલાશભાઈ રામનરેશભાઈ ચૌહાણ ગઈ કાલે મોરબી તુલીત એપા અવની ચોકડી ખાતે પી.ઓ.પી. નું કામ કરતા છઠ્ઠા માળેથી નીચે પડી જતાં મોત નિપજ્યું હતું. ડેડબોડીનેં પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.