મોરબીમાં જુદી જુદી જગ્યાએથી છરી સાથે 5 ઈસમોનેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના જેલ ચોક રોડ પર આરોપી ધર્મેશભાઇ રમેશભાઈ રામાનુજ (ઉ.વ.૩૧રહે.કબીર ટેકરી જમાતખાના સામે મોરબી) તથા તોસીલભાઈ મહેબુબભાઈ બ્લોચ (ઉ.વ.૨૫ રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળ પાછળ મોરબી) અને મકરાણીવાસમાંથી નદીમભાઇ અબ્દુલભાઇ બ્લોચ (ઉ.વ.૨૩ રહે મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ. મોરબી) તેમજ કાલીકા પ્લોટમાંથી આરીફભાઇ ઇકબાલભાઇ ફલાણી (ઉ.વ.૨૦ રહે. કાલીકાપ્લોટ હુશેનીચોક શેરીનં.૫ મોરબી) તથા રાજુભાઇ હિતેશભાઇ નાગહ (ઉ.વ.૨૧ રહે. રણછોડ નગર સતનામ એપાર્ટમેન્ટની સામે જય વડવાળા મુળ રહે વાંકાનેર શક્તિ પરા રેલ્વે સ્ટેશન પાછળ મોરબી) આરોપીઓ શંકાસ્પદ જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા તમામ આરોપીઓ ને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.