મોરબી શહેરમાં વજેપર મહેન્દ્રપરા વીરપરા મંગલભુવન સહીતના વિસ્તારમાં રેશનીંગ દુકાનમાં વર્ષ ૨૦૨૦ માર્ચ મહીનામાં લોકડાઉન દરમ્યાન ગરીબ માણસોને મફત અનાજ આપવાનુ હતુ તે કઠોળ આશરે ૧૩ હજાર કિલો સડી ગયુ અને ૬ હજાર કીલો તેલ બગડી ગયાની ફરીયાદ ઉઠવા પામી છે જેમા હાલ આ અનાજ કે તેલનો જથ્થો ખાવાલાયક નથી તેનો નાશ કરવો જોઇએ નહીંતર ફરી આજ અનાજ ગરીબ માણસોને આપશે તો માણસની તંદુરસ્તી પર ખતરો ઉભો થવાની દહેશત છે. આ અંગે નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની મીટીંગમાં અધિકારી તથા ધારાસભ્યને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ હતુ કે, મોરબી શહેરમાં વજેપર વીરપરા મંગલ ભુવન મહેન્દ્રપરા તથા અન્ય જગ્યાએ ૨૦૨૦ માર્ચમાં જયારે લોકડાઉન થયેલ ત્યારે ગરીબ માણસોને મફત અનાજ આપવા માટે અનાજ ફાળવવામાં આવેલ હતુ તે છેલ્લા દોષ વર્ષથી આશરે ૧૩ હજાર કિલો કઠોળ અને ૬ હજાર કિલો તેલનો જથ્થો બગડી ગયો છે. જે ખાવાલાયક ન હોવાથી અનાજ સરકારે તાત્કાલીક નાશ કરવો જોઇએ કારણ કે જો ફરીથી ગરીબ માણસોને સરકાર મફત અનાજ યોજના લાવશે તો આ અખાદ્ય અનાજ વિતરણ કરશે તો ફરી માણસના આરોગ્ય પર મોટો ખતરો છે જેથી પ્રથમ તો આ અનાજ શા માટે ગરીબ માણસોને આપેલ નથી ? તેની તપાસ થવી જોઇએ પડતર અનાજ તેલ રાખવાનો હેતુ શું છે ? તે પણ એક ચર્ચાનો વિષય છે.
આ પ્રશ્ન જયારે ગ્રાહક સુરક્ષા મંડળે અન્ન અને પુરવઠા વિભાગની મીટીંગમાં ઊઠાવવામાં આવ્યો તો જાણવા મળેલ કે આ સરકારે ફાળવેલ અનાજ છે આટલો સમય પડતર હોય અને ખાવાલાયકના હોય તો લોબોરેટરીમાં ટેસ્ટ કરાવો તેનો રીપોર્ટ આવે પછી કોર્ટ હુકમ કરે પછી નાશ થઇ શકે આ પ્રક્રિયા કરતા લગભગ પાંચ વર્ષ ચાલ્યા જાય એટલે છ વર્ષ પછીનો માલ કેવો રહે આ કેવો વહીવટ ? આટલો મોટો જથ્થો ગરીબ માણસને ખાવાના કામમાં પણ ન આવ્યો અને સડી ગયો કેવી ઘોર બેદરકારી છે આ અંગે પુરવઠાના અધિકારી મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ અન્ન પુરવઠાના મંત્રી જયેશભાઇ રાદડીયાને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા રામભાઇ મંત્રીને રજુઆત કરી યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે.





