Monday, May 5, 2025

મોરબીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આવેલી કેન્ટીન નજીકથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા એક યુવાનને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે. જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના માર્કેટિંગ યાર્ડની કેન્ટીન પાસેથી હાલ પંચાસર રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના વતની ચીરાગભાઇ ભાઇલાલભાઇ મોટકા, ઉ.વ.૨૫ને ક્રિકેટ MOONEXCH99 એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કલકતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપીટલ IPL 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

જ્યારે ચિરાગ મોટકા સાથે રોનકભાઇ વાઘડીયા રહે-મોરબી વાળા સાથે ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતો હોય પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી રોકડા રકમ રૂપિયા ૧૨૦૦ અને ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ. ૬૨૦૦ મુદ્દામાલ જપ્ત કરી આરોપી રોનકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW