મોરબીમાં કોરોના મહામારીએ ગંભીર પરિસ્થિતીનું નિર્માણ કર્યું છે. ત્યારે મોરબી સિરામિક એસોની માંગણીને ધ્યાને લઈને ગુજરાત ગેસ દ્વારા પેરા મેડીકલ સ્ટાફ અને ઓક્સીજન સાથે મોરબીમાં એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેમાં કોરોના દર્દીઓ માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા અપાશે.
ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક એસોને એમ્બુલન્સ ફાળવવામાં આવી છે. પેરા મેડીકલ સ્ટાફ અને ઓક્સીજન સાથેની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનું સંચાલન મોરબી સિરામિક એસો દ્વારા કરવામાં આવશે. મોરબીના તમામ લોકો માટે દર્દીને જરૂરિયાત મુજબ પ્રાયોરીટી મુજબ આપવામાં આવશે. જેથી મોરબી સિરામિક એસો. ટીમનો મોબાઈલ 99794 42890 નંબર ઉપર કોન્ટેકટ કરવાનો રહેશે. આ સેવા તદ્દન ફ્રી રહેશે મોરબીમાં ફક્ત કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સુવિધા આપવામાં આવશે. તેમ સિરામિક એસો દ્વારા જણાવ્યું છે