Sunday, June 21, 2026

મોરબીમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે મકાન બાંધનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે મકાન બાંધનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ

મોરબી: મોરબી-૨ ચામુંડાનગર સોસાયટીના કોમન પ્લોટમા ગેરકાયદેસર રીતે મકાન બાંધનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ મોરબી સો ઓરડી મેઇન રોડ રામાપીરના મંદિર પાસે રહેતા આકાશભાઇ ગલાભાઇ પરમાર (ઉ.વ.૨૮) એ આરોપી નાનજીભાઈ પોપટભાઈ મકવાણા (રહે ચામુંડા નગર સોસાયટી સો ઓરડી મેઈન રોડ મોરબી -૦૨) વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી નાનજીભાઈએ મોરબી શહેરના વોર્ડ નં-૦૪ ના સીટી સર્વે નંબર-૨૬૦૧ ના શીટ નં-૧૯૯ વાળી જગ્યા જેમા ચામુંડા નગર સોસાયટી આવેલ છે જે સોસાયટીના કોમન પ્લોટમા આશરે ૩૭.૪૪ ચો.મી. જેટલી જગ્યામા ગેરકાયદેસર રીતના દબાણકરી મકાન બનાવી તથા જાહેર રસ્તામા ગેરકાયદેસર રીતના દબાણ કરી જગ્યા પચાવી પાડી હાલમા પણ વપરાશ કરી રહ્યા હોવાની આકાશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ- ૩, ૪(૧)(૩),૫(ગ), મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW