મોરબીમા કબીર ટેકરી નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમા કબીર ટેકરી નજીક વોંકળા કાંઠે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ મહેશભાઇ ઉર્ફે લાલો દેવાભાઇ રુંજા, (રહે.મોરબી બોરીચાવાસ ગૌશાળાવાળી શેરી), આબીદભાઇ હાજીભાઇ મલેક (રહે.મોરબી બોરીચાવાસ સબજેલ પાછળ શબુભાઇ પંચર વાળાના મકાનમાં), એજાજભાઇ ઇકબાલભાઇ શેખ,(રહે.મોરબી પંચાસર રોડ જનક સોસાયટી) મોઇનભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલની પાસે) નેં રોકડ રકમ રૂ. ૩૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.