મોરબીમાં ઇક્વીટી હુન્ડાઈ શો રૂમમાં તસ્કરોનો તરખાટ: રોકડ રૂ.3.55 લાખનો હાથફેરો
મોરબી: મોરબી શક્ત શનાળા રાજકોટ રોડ ઉપર આવેલ ઇક્વીટી હુન્ડાઈ શો રૂમની તીજોરીમાંથી રોકડ રૂ.૩,૫૫,૨૦૯ ની ચોરી કરી લઇ ગયા હોવાની અજાણ્યા ચાર ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા શક્તિ માતાના મંદિરની બાજુમાં રહેતા ધીરૂભા અલુભા જાડેજાએ અજાણ્યા ચાર ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૦-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા આરોપીઓએ ઇકવીટી હુન્ડાઇ શો રૂમમાં પ્રવેશ કરી શો રૂમમા ઉપરના માળે હોકીસમા રાખેલ તીજોરીમા રાખેલ રોકડ રૂ. ૩,૫૫,૨૦૯/- ની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. પોલીસે ફરીયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.





