મોરબીમાં આજે સિંધી સમાજમાં ઉજવાશે નૂતન વર્ષ ચેટીચાંદ તથા ઝુલેલાલ જયંતી, શોભાયાત્રા-મહાપ્રસાદ

આજે સિંધી સમાજનું નૂતન વર્ષ ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતી છે. જેને ઊપલક્ષમાં મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતીની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી થશે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઉજવણી ન થઈ શકવાથી આ વખતે સિંધી સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા, પ્રસાદ વિતરણ, સત્સંગ કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે.

આ અંગે સિંધી સમાજના યુવા આગેવાન નવીન માખીજાએ જણાવ્યું હતું કે, આજે મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે આગામી સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સવારે 8 કલાકે ધ્વજારોહણ.11 કલાકે આરતી,12:30 કલાકે મહાપ્રસાદ,સાંજે 4:30 કલાકે શોભાયાત્રા અને રાત્રે 7:30એ નેહરુ નગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.આ તકે સર્વે સિંધી સમાજના ભાઈ-બહેનોને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે રાજ્ય મંત્રી બીજેશ મેરજાએ જણાવ્યું હતું કે આજથી સિંધી ભાઈઓનું નવું વર્ષ શરૂ થશે અને તેમનો પવિત્ર તહેવાર ચેટીચાંદ પણ છે તો આ તકે હું સર્વે સિંધી ભાઈઓને આ તહેવારની શુભકામના પાઠવું છું અને ગર્વ અનુભવું છું કે હું ઝુલેલાલજીના પવિત્ર મંદિરની જગ્યાએ અહીં ઊભો છું અને તેમના દર્શન કરી શક્યો છું આ સાથે આજે હિંદુ ભાઈઓ માટે ચૈત્રી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે તો તે અંગેની પણ સર્વ હિંદુ ભાઈઓને શુભકામના પાઠવું છું ભારતના વિકાસમાં સિંધી સમાજનું અનેરું યોગદાન રહ્યું છે અને આમને આમ ભગવાન ઝૂલેલાલ તેમને શક્તિ આપે અને સિંધી સમાજનો વિકાસ થાય તેવી શુભકામના તો નગરપાલિકા ઉપપ્રમુખની જયરજસિંહ જાડેજા સહિતનાં સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
