મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે જેમાં અન્ય એકનું નામ ખુલાતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મોરબી શહેરના કુબેરનાથ રોડ પર આવેલ મેમણ શેરીના નાકા આઇપીએલનો લાઈવ મેચ નિહાળી સટ્ટો રમતા નદિમ અબુભાઇ સેતા (ઉ.વ.-૪૧) રહે-મોરબી ખાટકી વાસ તથા યાસીનભાઇ રજાકભાઇ બકાલી (ઉ.વ.-૩૩)રહે. કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસેવાળાને ૧૬૫૦ની રોકડ સહિત બે મોબાઇલ મળી રૂપિયા ૭૧૫૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જેની પૂછપરછ દરમિયાન એજાજ ઉર્ફે દેદો મતવાનું નામ ખુલતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.