Sunday, March 15, 2026

મોરબીમાં અનુ.જાતિના વિદ્યાર્થી માટે ફ્રિ કોચિંગ ક્લાસ શરૂ કરાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી સમતા ફાઉન્ડેશન દ્વારા અનુ.જાતિના યુવક યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી કોચિંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનારી ધો. ૧૨પછી ની વર્ગ ૩ (તલાટી, કલાર્ક, સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ) વગેરે ભરતી આવનારી છે. જેની તૈયારીના ભાગરૂપે મોરબી સમતા ફાઉન્ડેશન દ્વારા અનુ.જાતિના વિદ્યાર્થી માટે ફ્રિ કોચિંગ ક્લાસ શરૂ કરાશે.

આ ક્લાસિસમાં મોરબી રાજકોટ, જામનગરના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા સિલેબસ ઉજબ યોગ્ય શિક્ષણ આપવા આ આવશે. આ સ્પર્ધાતમક પરીક્ષાના કલાસીસ જોડાવવા માટે મોરબી જિલ્લામાં વસતા અનુ.જાતિના વિદ્યાર્થીઓએ તા.25 સપ્ટેમ્બર સુધીમાં ડો.બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી, મિડલ સ્કુલની બાજુમાં રેલ્વે સ્ટેશન સામે મોરબીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે નીચેના નંબર પર કોન્ટકટ કરવો. રાહુલભાઈ મો. 8000011877, મહેશભાઈ મો. 9913897605, કૌશિકભાઈ મો. 9723500777 પર સંર્પક કરવો.

Related Articles

Total Website visit

1,597,346

TRENDING NOW