મોરબીમાં અજય લોરીયા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે કરાઈ ઉજવણી
મોરબી: મોરબીમાં અજય લોરીયાએ 611 દિકરીને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયાએ આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે એક અનોખી રીતે ઉજવણી કરી છે

મોરબીમાં સેવા કર્યો માટે આગ્રેસર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મ દિવસ નિમિત્તે મોરબીની જરૂરિયાતમંદ 611 જેટલી દિકરીઓને 1,52,700 રૂપિયા ભરી 250 રૂપિયા(એક દિકરીના) પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી અને અનોખી ઉજવણી કરી તેમના લાબું આયુષ્ય મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી