Monday, June 15, 2026

મોરબીમાંથી વધુ એક બાઈકની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાંથી વધુ એક બાઈકની ચોરી

મોરબી: મોરબીના શક્ત શનાળા ગામની બાજુમાં મોર ભગતની વાડીમાં પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામની બાજુમાં મોર ભગતની વાડીમાં રહેતા દિલીપભાઈ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૪-૨૦૨૩ ના રોજ રાતના આશરે બે વાગ્યા થી સવારના પાંચ વાગ્યા દરમ્યાન અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીની માલીકીનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજીસ્ટર નં- GJ-36- AG-4471 વાળુ સ.ને.૨૦૨૩ નુ મોડલનુ કાળા કલરનુ લાલ-બ્લુ પટાવાળુ જેની કિ.રૂા. ૬૫,૦૦૦/-વાળુ મોટર સાયકલ પરવાનગી કે સહમતી વગર ફરિયાદીના ઘરના ફળીયામા લોક કરીને પાર્ક કરેલ જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર દિલિપભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,460

TRENDING NOW