મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાયન્સ કોલેજના એનસીસી કેડેટ્સને ફાયર અને સેફટી તેમજ રેસ્ક્યુ અંગે તાલીમ આપી દુર્ઘટના સમયે શું કાળજી રાખવી જોઈએ એના વિશે એનસીસી કેડેટ્સને માહિતી આપવામાં આવી હતી.
મોરબી ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખાની સુચના અનુસાર મોરબીની ફાયર શાખા તેમજ એમ.એમ.સાયન્સ કોલેજ મોરબીના એનસીસી ગ્રુપના કેપ્ટન શર્માના માર્ગદર્શન હેઠળ કોલેજમાં એનસીસી કેડેટ્સને ફાયર-સેફટીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોરબી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેઈનર અજયભાઈ સોલંકી તેમજ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ અને લીડીંગ ફાયરમેન મહાદેવભાઈ સહિતની ટીમ દ્વારા કોલેજમાં ફાયર-સેફટી અને રેસ્ક્યુ અંગે તાલીમ આપી હતી. જેમાં એનસીસી કેડેટ્સને આગ જેવી દુર્ઘટના સમયે શું કરવું ? શું ના કરવું તેની સમજ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.