મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાનાઓ તરફથી જુગારના કેશો શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઇ ચાવડા નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે ઉમા ટાઉનશીપ વિનાયક એપાર્ટમેન્ટ ડી-૧૦૩ માં રહેતા કિરણબેન પ્રવિણભાઇ બુડાસણાનાઓ બહારથી મહિલાઓ બોલાવી જુગારનો અખાડો ચલાવે છે.
તેવી ચોકકસ બાતમીના આધારે આરોપી કિરણબેન પ્રવિણભાઇ બાબુભાઇ બુડાસણા ( રહે.ઉમા ટાઉનશીપ વિનાયક ડી/૧૦૩ સામાકાંઠે મોરબી-૦૨), ભગવર્તીબેન સુરેશભાઇ મગનભાઇ રાંકજા (રહે.રવાપર રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત ૩૦૧ મોરબી-૦૧), રીન્કલબેન જયેશભાઇ મનસુખભાઇ ચીકાણી (રહે.ઉંમા ટાઉનશીપ શીવપ્રેમ હાઇટસ-એ ૪૦૩ સામાકાંઠે મોરબી-૨) જોષનાબેન રાકેશભાઇ મોહનભાઇ બાણુદરીયા,(રહે.રવાપર ઘુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત૧૦૨ મોરબી-૦૧),સંગીતાબેન ગોપાલભાઇ નરશીભાઇ સૌરઠીયા (રહે.ઉંમાં ટાઉનશીપ વૈભવ હાઇટસ બ્લોક નં.૪૦૧ સામાકાંઠે મોરબી-૦૨) નિલમબેન અમીતભાઇ મનુભાઇ થોરીયા (રહે.ઉંમા ટાઉનશીપ વૈભવ હાઇટસ સી બ્લોક નં.૨૦૩ સામાકાંઠે મોરબી-૨),તારાબેન હરેશભાઇ મહાદેવભાઇ વિલપરા (રહે.મહેન્દ્રનગર સાનિધ્ય પાર્ક મોરબી-૨) નેં કિં.રૂ. ૧,૭૬,૯૫૦ ના મુદામાલ સાથે જુગાર રમતા ૭ મહીલાઓને પકડી પાડેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન વાઢીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ નાભાઇ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઇ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ રામજીભાઇ તથા અનારામ પોલીસ કોન્સ્ટેબલ ભગીરચભાઇ દાદુભાઇ તથા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ રાજાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ્ન તથા પોલીસ કોન્સ્ટેબલ ઇકબાલભાઇ સુમરા પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસીહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઇ ગાભવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન જેઠાભાઇ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નંદાબેન ખાંભલા એમ પોલીસ સ્ટાફના માણસો સાથે મદદમા જોડાયેલ હતા.