(હળવદ : રિપોર્ટ – ભવિષ જોષી-) : હળવદ માર્કેટ યાર્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડુતોને સંબોધન કર્યું.સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજ્ય) અને શ્રી નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવના કાર્યક્રમમા ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરવા આહવાન કરાયું.

ખેડૂતોને ડી એ પી, યુરિયા જેવા ખાતર નો ઉપયોગ ન કરવા અને પ્રાકૃતિક કૃષિ કરવા આહવાન કરાયું મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી મુજબ ખેતી કરવા માહિતી આપી.
આચાર્ય દેવવ્રતજી એ ખેડૂતોને રસાયણિક ખેતીની જગ્યાએ ઓર્ગેનિક ખેતી કરવા માટેની સમજણ આપી. પ્રાકૃતિક કૃશી કાર્ય શાળા અને નંદનવન હળવદ શહેરમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ વધુમાં જણાવ્યું કે ઓર્ગેનિક ખેતીમાં વધુ ને વધુ ગૌમૂત્ર અને ગોબર નો ઉપયોગ ખેતી ને વધુ લાભદાયી છે.ખેડૂત શીબિરમાં હળવદ અને હળવદ ગ્રામ્યના હજારો ખેડૂત જોડાયા
ખેડૂત શિબિરને સફળ બનાવવા જેઠાભાઈ પટેલ,એપી એમ સી ચેરમેન રણછોડભાઈ પટેલ, નકલંક ગુરુધામ મહંત દલસુખ મહરજ વગેરે અગ્રણી એ ભારે જહેમત ઉઠાવી હતી.
