મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક મોબાઈલની દુકાનમાંથી 55હજારના આઈફોનની ચોરી
મોરબી: મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક વર્લ્ડવાઈડ મોબાઈલ નામની મોબાઈલની દુકાનમાંથી આઇફોન12 પ્રો મેક્ષ કિં રૂ.૫૫ હજારના મોબાઈલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની દુકાન માલીકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રોડ નવા જકાતનાકા અક્ષરધામ સોસાયટી શેરી નં-૨ રાજકોટ રહેતા અજયભાઈ વાસુદેવભાઇ જેઠાણી (ઉ.વ. ૩૦) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની માલીકીનો આઈ ફોન ૧૨ પ્રો મેક્ષ ૧૨૮ નો સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ગ્રે કલરનો સને ર૦૨૦ ના મોડલનો કિ.રૂ ૫૫,૦૦૦/-વાળો મોબાઈલ ફોન (જંગમ મિલ્કત) દુકાનના કાઉન્ટરમાં વેચાણ અર્થે રાખેલ ત્યાંથી ફરિયાદીની તથા તેમના માણસોની નજર ચુકવી ચોરી કરી લઇ ગયો હવાની અજયભાઈ એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.