મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૬૫ કિં. રૂ. ૪૮૮૧૪ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઇ ઉર્ફે કાન્તીભાઇ હરજીભાઇ પનારા (ઉ.વ.૪૮) રહે.મોરબી શકતશનાળા ઉમીયા સોસાયટી પાટીદાર હિલ્સ બ્લોકનં.૧૦૧ મુળરહે.કોયલી તા. ટંકારાવાળા ને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જુનેદ ઉર્ફે લાલો મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ ભરતપરા મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.