Monday, March 16, 2026

મોરબીના વ્યોમ ક્લિનિકલ લેબમાં સરકાર માન્ય RTPCR કોરોના ટેસ્ટ કરી અપાશે, વિધવા, નિરાધારો માટે નિઃશુલ્ક…

Advertisement
Advertisement
Advertisement

મોરબી પ્રભાત હોસ્પિટલ પાસે આવેલ વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં સરકાર માન્ય આરટીપીસીઆર કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં ફરી કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં આરટીપીસીઆર કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે.

આ તકે વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીના સંચાલક રિદ્ધિબેન અતુલભાઈ જોષીએ જણાવ્યું હતું કે, અમારી લેબમાં વિધવા મહિલાઓ અને નિરાધાર પુરુષો માટે તદ્દન નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરી આપવાની સુવિધા ઉભી કરવામાં આવી છે એટલું જ નહીં એકદમ નજીવા દરે હોમ સેમ્પલ કલેક્શનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં માત્ર એક જ કોલ કરતાની સાથે જ લોબોરેટરીના જવાબદાર સ્ટાફ દ્વારા દર્દીના ઘરે પહોંચી જઇ દર્દીના આરોગ્યની તપાસણી કર્યા બાદ સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે ટેસ્ટ કરવામાં આવશે. જે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ તરત જ દર્દીને ટેલિફોનિક જાણ કરવામા આવશે.હોમ સેમ્પલ કલેક્શનની સુવિધા પણ અન્ય લેબોરેટરીની સરખામણીઓ એક દમ નજીવા ખર્ચમાં આપવામાં આવશે. ઇચ્છુક દર્દીઓએ લેબોરેટરીના નં.028 2222 72 તથા મોબાઈલ નંબર 8140826878 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related Articles

Total Website visit

1,597,578

TRENDING NOW