Tuesday, June 23, 2026

મોરબીના વીસીપરામા જુના મનદુઃખનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીસીપરામા જુના મનદુઃખનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો

મોરબી: મોરબીના વીસીપરામા મામાદેવના મંદિર પાસે સ્મશાન રોડ પર જુના મનદુઃખનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે મારમારતા ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સંજયભાઇ ચતુરભાઈ ઇંટોદરા (ઉ.વ.૨૭) રહે. મોરબી નિલંકઠ રેસીડેન્સી કેનાલ પાસે નવલખી રોડ પર તા.જી મોરબીવાળાએ આરોપી વિષ્ણુભાઈ ટપુભાઈ જાસોલીયા તથા વિષ્ણુનો નાનો ભાઈ ટીકુ તથા ભરતભાઈ ટપુભાઈ જાસોલીયા રહે. બધા મોરબી વીસીપરાવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદી સાથે આરોપીઓએ જુનુ મનદુખ નો ખાર રાખી ગાળો આપતા આરોપી વિષ્ણુભાઈએ લોખંડનો પાઇપ મોઢા પર તેમજ આરોપી ન ટીકુ તેમજ ભરતભાઈએ લાકડી વડે પગમાં મારતા ફેકચર જેવી ઇજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૩૨૫,૧૧૪ જીપીએક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,174

TRENDING NOW