મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાને પોલીસે ઝડપી લીધી છે. પોલીસે ત્રણેય મહિલા વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પંથકના લીલાપર ગામે જાહેરમાં ધરના ઓટા પર જુગાર રમતી વસંતબેન મગનભાઈ આત્રેશા, વિજયાબેન અશોકભાઈ બાબરીયા, જાગૃતીબેન આનંદભાઈ આદ્રેશા ત્રણેય મહિલાને ગંજીપતાના પાના અને પૈસાની હારજીતનો જુગાર રમતા પોલીસે ૨૫૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધી હતી. પોલીસે ત્રણેય મહિલા વિરૂધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.