મોરબીના રામધન આશ્રમે ગુરુ પૂર્ણિમા મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ
મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભાવભરી રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત પૂજ્ય ભાવેશ્વરી માઁ ના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ધસમધુમપૂર્વક ઉજવાયો હતો. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વ્યાસ પૂજન, પોથી પૂજન, કુમારિકા ભોજન, ભક્તો માટે મહાપ્રસાદ તેમજ વિદુષી રતનેશ્વરી દેવીનો સત્સંગ જેવા ધાર્મિક કાર્યો થકી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મહાવિદુષી એવા રતનેશ્વરી દેવીમાઁ દ્વારા કાલિકાનગરના બાળકોને પ્રસાદ તથા પાણીની બોટલ તેમજ કંપાસ અર્પણ કર્યા હતા.
ગુરુપૂર્ણિમાના મહાપર્વ પ્રસંગે મોરબી-માળીયાના ધરાસસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જ્યોતિસિંહ જાડેજા, સુરેશભાઈ સીરોયા, મનસુખભાઇ, રમેશભાઈ કાલરીયા, રામજીભાઈ, ગીરીશભાઈ ઘેલાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ગુરુચરણ વંદના કરી ગુરુના રૂડા આશીર્વાદ મેળવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ, ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, દલસુખભાઈ, રાજુભાઇ, જગદીશભાઈ, ખીમજીબાપા સહિતના સ્વયંસેવકોએ યથાર્થ જહેમત ઉઠાવી હતી.