મોરબી: પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, મોરબી જીલ્લા નાઓએ પ્રોહીબીશન જુગાર બંદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન જુગાર બંદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય.

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.જેઠવા તથા સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા મોરબી તાલુકાના રાપર ગામની રા૫રીય સીમમાં, કેનાલ બાજુમાં, ખરાબામાં, જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા ૬ ઇસમો

વિનોદભાઇ વાલજીભાઇ ચૌહાણ ( ઉ.વ.૪૦ રહે. ઘેટું આંબેડકરનગર, તા.જી.મોરબી.), વિરેન્દ્રભાઇ લાલજીભાઇ અમૃતીયા( ઉ.વ.૪૫, રહે. જેતપર, બસ સ્ટેન્ડ પાસે, તા.જી.મોરબી.) પ્રેમજીભાઇ ગોકળભાઇ અમૃતીયા( ઉ,વ,૫૦, રહે, જેતપર, રામજી મંદિર પાસે, તા.જી,મોરબી),દાનાભાઇ પ્રેમજીભાઇ પરમાર( ઉ.વ.૬૦, રહે માણાબા, તા.માળીયા, જી.મોરબી),અબ્દુલભાઇ મામદભાઇ પીલુડીયા પિંજારા (ઉ.વ.૫૪, રહે. ચકમપર, તા.જી.મોરબી),નાગજીભાઇ ખીમાભાઇ પરમાર( ઉં.વ.૪૧, રહે. જેતપર. વણકરવાસ, તા.જી.મોરબી) કુલ રૂ.૧૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી, કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.જેઠવા તથા એએસ આઇ. નરવિરસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ, સુરેશભાઇ હુંબલ તથા જયસુખભાઇ વસીયાણી તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર તથા જયદીપભાઇ પટેલ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલા તથા પંકજભા ગુઢડા તથા જયેશભાઇ ચાવડા નાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

