મોરબીના રફાળેશ્વર ગામ નજીક બિયરના 6 ટીન સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીના રફાળેશ્વર ગામ નજીક મેગ્નમ સીરામીક સામે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પરથી બિયરના ૬ટીન સાથે બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામ નજીક મેગ્નમ સીરામીક સામે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આરોપી અર્જુનભાઇ રાજુભાઇ ભોજવીયા, (ઉ.વ.૨૪, રહે હાલ.મહેન્દ્રનગર, મોરબી-૦૨,) તથા જીતુભાઇ ગિરધરભાઇ દેલવાણીયા (ઉ.વ.૨૯.રહે સરવડ ગામ તા.માળીયા મિં) પોતાના હવાલાવાળુ સુઝુકી કંપનીનુ એક્સેસ મોટરસાયકલ રજીસ્ટર નં.-GJ-36-AD-0501 વાળાની ડેકીમા કિંગફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર ટીન નંગ- ૬ કિ. રૂ. ૬૦૦/- તથા મોટરસાયકલ ક કિ.રૂ. ૩૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





