મોરબીના રફાળેશ્વર ગામે મેળા ગ્રાઉન્ડ ખાતેથી મોબાઈલની ચોરી
મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરના મેળા ગ્રાઉન્ડ ખાતેથી યુવકનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંજયભાઇ રસીકભાઇ તલસાણીયા (ઉ.વ.૩૦) કોઠી ગામ તા. વાંકાનેરવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૯-૨૦૨૩ ના રોજ રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરના મેળા ગ્રાઉન્ડ ખાતેથી ફરીયાદીનો OPPO કંપનીનો A52020 મોડલનો કિં રૂ. ૫૦૦૦ વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





