Sunday, June 28, 2026

મોરબીના રફાળેશ્વર ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં બાળકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રફાળેશ્વર ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં બાળકનું મોત

મોરબી: મોરબીના રફાળેશ્વર ગામની સીમમાં રફાળેશ્વર સરવોર પોર્ટીકો હોટેલની પાછળ આવેલ વિનાયક પોલી પ્લાસ્ટના લેબર ક્વાર્ટરના પહેલા માળે લોખંડના પાતળા તારાનું લંગરીયુ બનાવી રમતા રમતા બાજુમાં પસાર થતી ઈલેક્ટ્રીક તાર પર લોખંડનું લંગરીયુ નાખતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં અગિયાર વર્ષના બાળકનું મોત નિપજ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ સંતોષ પહલેસિંહ ઉર્ફે પાલસિંહ ડબલેસિંહ પરીયાર ઉવ-૧૧ વાળો ગઇ તારીખઃ-૨૦/૦૯/૨૦૨૩ ના રોજ રફાળેશ્ર્વર સરોવર પોર્ટીકો હોટલની પાછળ આવેલ વિનાયક પોલી પ્લાસ્ટના લેબર ક્વાર્ટરના પહેલા માળે આવેલ સીડી પર લોખંડના સેન્ટીંગના પાતળા તારનું લંગરીયુ બનાવી રમતા રમતા બાજુમાંથી પસાર થતા ચાલુ ઇલેકટ્રીક તાર પર લોખંડના સેન્ટીંગના પાતળા તારનું લંગરીયુ નાંખતા ઇલેકટ્રીક શોટ લાગતા બંન્ને હાથે શરીરે ગંભીર રીતે દાઝી જતા તારીખઃ-૨૨/૦૯/૨૦૨૩ ના રોજ રાજકોટ સરકારી દવાખાને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,636

TRENDING NOW