Friday, May 2, 2025

મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા, ખોવાયેલ મોબાઈલ મુળ માલિકને પરત કર્યો

Advertisement
Advertisement
Advertisement

(જનક રાજા દ્વારા) મોરબી: આજના જમાનામાં પ્રામાણિકતા બહુ ઓછી જોવા મળે છે. ત્યારે મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીએ પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

જેમાં મોરબીના બહાદુરગઢ ગામના ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈ નામના વ્યક્તિ ખેત મજુરી કરતા હોય જેથી મજુરીની શોધમાં પીપળીયા અને મોરબી આવ્યા હતા. અને તે વેળાએ તેમનો મોબાઇલ ખોવાઇ ગયો હતો. ત્યારે રાત્રે ઘરે પરત ફરતા મોરબીના નારણકા ગામના યુવા પત્રકાર જયેશ બોખાણીને વાવડી ચોકડી પાસેથી રસ્તા પરથી મોબાઇલ મળ્યો હતો. જેથી ફોનમાં ડોક્યુમેન્ટ આધારે બહાદુરગઢ ગામના સંરપંચ અશ્વિનભાઈ મકવાણાના મારફતે સુરેશભાઈને જાણ કરી હતી. અને સુરેશભાઈ ગોધવીયાનો મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW