મોરબી: તાજેતરમાં ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. અને ગુજરાતના અન્ય ભાગોમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. જેથી અનેક લોકો બેઘર થયા છે. જેથી મોરબીની ઉદાર દિલની અને ખમીરવંતી પ્રજાના સહાય થકી મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારો માટે 215 રાશનકીટ તૈયાર કરવામાં આવી છે. સમગ્ર ટીમની છેલ્લા બે દિવસથી અથાગ મહેનત થકી રાશન સામગ્રીની આશરે 215 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે.
આ કીટને પહોંચાડ્યા પહેલા છેલ્લા બે દિવસથી વાવાઝોડા સંભવિત વિસ્તારમાં આહીર એક્તાં મંચ ગુજરાતના તથા ગૌસેવા ટીમ સહયોગથી ગ્રાઉન્ડ લેવલે સર્વે કરવામાં આવી રહ્યું છે કે, ક્યાં ખરેખર જરૂરિયાત છે. તેવા વિસ્તારમાં જ સંસ્થા દ્વારા 215 રાશન પહોંચાડવામાં આવશે. જેથી કરીને યોગ્ય જરૂરિયાતવાળા ગામડાઓ સુધી પહોંચી શકાય. આ સર્વેની ટીમનો પણ સંસ્થાએ આભાર માનેલ છે કે જેઓએ દિવસરાત જોયા વગર છેલ્લા અમુક દિવસોથી ત્યાં આફતના સમયમાં લોકો વચ્ચે છે. ખરેખર પરિસ્થિતિ ખુબ ખરાબ છે. અને ખુબ જ નુકશાન થયું છે. ગોમાતા રાષ્ટ્રમાતા અભિયાન ટીમ દ્વારા તેમજ સર્વ સમાજના યોગદાનથી આ સેવા કાર્ય શક્ય બન્યુ હતુ તે બદલ મોરબીના યુવાનોએ મોરબીવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
