મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર માળિયા (મીં) હાઈવેની ગોલાઈ ઉપરથી આરોપી યુનિશભાઈ જુસબભાઈ સુમરા (ઉ.વ.૪૯) રહે. સુમરા સોસાયટી રોહીદાસ પરા પાછળ મોરબીવાળા પાસેથી હાથ બનાવટનો દેશી કટ્ટો બંદૂક કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીની અટક આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.