મોરબીના માધાપર વિસ્તારમાંથી વરલી મટકાના આંકડા સાથે એક ઝડપાયો.
મોરબીના માધાપર વિસ્તારમાં વરલી મટકાના આંકડા સાથે રમતો એક જુગરીને મોરબી એલસીબી એ પકડી પાડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે મોરબી શહેરના માધાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી સુનિલ સવજીભાઈ પરમારને ઝડપી લઈ રોકડા રૂપિયા 2000 કબ્જે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.





