મોરબીના માધાપરમાં થયેલ ઝઘડામાં સામા પક્ષે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના માધાપરમાં ગત તા ૨૬ના રોજ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદિર પાસે રહેતા તુલશીભાઈ હસમુખભાઇ શંખેશરીયા (ઉ.વ.૩૨) એ આરોપી દેવદિપસિંહ દરબાર તથા વિરેન્દ્રસિંહ દરબાર રહે બંને માધાપર મોરબી તથા એક અજાણ્યો માણસ રહે. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ફરીયાદીના મામાના દિકરા સાહેદ રાજુભાઇ કોળી તથા રાહુલભાઇ કોળી સાથે આરોપીઓ ઝગડો કરતા હોય જેથી ફરીયાદી તેને સમજાવતા જતા આરોપી દેવદિપસિંહ લોખંડના પાઇપ વડે તથા આરોપી વિરેન્દ્રસિંહએ લાકડાના ધોકા વડે તથા આરોપી અજાણ્યો માણસ લોખંડના પાઇપ વડે ફરીયાદીને માથાના ભાગે માર મારી ઇજાઓ કરી તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ભોગ બનનાર તુલશીભાઈ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.