મોરબીના મહેન્દ્રનગર અને રીલીફનગરમાંથી બે બાઈકની ઉઠાંતરી
મોરબી: મહેન્દ્રનગર અને રીલીફનગર વિસ્તારમાંથી બે બાઈકની ચોરી થતા અલગ અલગ બે ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર મિલી પાર્કમાં રહેતા મૂળ પડધરી તાલુકાના દેપાળિયા ગામના અશ્વીનભાઇ દેવરાજભાઇ ગડારાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો હોન્ડા સ્લ્પેન્ડર પ્લસ બાઈક કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. જ્યારે મોરબીના રીલીફનગર મ્યુનિસિપલ ક્વાર્ટરમાં રહેતા મૂળ બેલા ગામના અનિરૂધ્ધસિંહ દીગવિજસિંહ જાડેજાની માલિકીનું બજાજ કંપનીનુ ડીસકવર બાઈક કિંમત રૂપિયા 25 હજાર વાળું કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.