મોરબી જિલ્લામાં ચારે બાજુ ખનીજ માફીયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે હવે મોરબી ખાણખનીજ વિભાગ સફાળે જાગ્યું છે મોરબી જીલ્લાના ગોર ખીજડીયા, નારણકા, માનસર, સોખડા વગેરે ગામોમાંથી પસાર થતી મચ્છુ-૩ નદીનાં પટ વિસ્તારમાંથી સાદી રેતીની ખનીજ કરતા ખનીજ ચોરો પર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓનો ૨.૩૫ કરોડોનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.
ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી વાહનમાં ઓચિંતા રેડ કરતા મચ્છુ-૩ નદીપટ વિસ્તારમાંથી કુલ બે હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન, એક જોનડીયર લોડર, બે ટ્રેક્ટર તથા ૬ ડમ્પર વાહનોને બિન અધિકૃત ખાનગી સાદી રહેતીનુ વહવ કરતા પકડી પાડવામાં આવેલછે તમામ વાહનોને સીલ કરી હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે પકડવામાં આવેલ એસકેવેટર મશીન મહેશભાઈ સોલંકી નિર્મળસિંહ ઝાલાનું હોવાનું જાણવા મળેલ છે તેમજ લોડર પ્રદિપસિંહ વિક્રમસિંહ ઝાલાની માલિકીનું ટ્રેક્ટર અરવિંદસિંહ મહિપતસિંહ ઝાલાનું અને રામદેવસિંહ દિલીપસિંહ ઝાલા તેમજ ડમ્પર વાહનો કાનાભાઈ ભુપતભાઈ ભરવાડ, કાનજી જગાભાઈ, જગદીશભાઈ સામતભાઈ સોલંકી, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જીતુભા ઝાલા, ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝની માલિકીના હોવાનું જાણવા મળેલ છે આમ ખનીજ ચોરી બાબતે આશરે 2.35 કરોડનું મુદામાલ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવેલ છે તેમજ આગળની ધોરણસરની મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીમાં અન્ય ધણી બધી જગ્યા પર બેફામ ખનીજ ચોરી ખનીજ માફીયાઓ દ્વારા કરવામાં આવી રહી છે તેના પર પણ આવી કાર્યવાહી કરી અને સરકારની તેજુરીને થતું નુકશાન મોરબી ખાણખનીજ વિભાગ અટકાવે તે પણ જરૂરી છે.








