મોરબીના ભરતનગર ગામે યુવકને એક શખ્સે બેઝબોલના ધોકા વડે ફટકાર્યો
મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં ક્રુષ્ણલીલા હોટલની બહાર યુવકને એક શખ્સે બેઝ બોલના ધોકા વડે મારમાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં સર્કિટ હાઉસ સામે વિધુતનગરમા રહેતા યશપાલભાઈ માવજીભાઈ કાનગડ (ઉ.વ.૩૦)એ આરોપી કિશનભાઇ જસાભાઈ કાનગડ રહે. કેનાલ રોડ મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૨-૦૧-૨૦૨૨ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આરોપીઓ ગ્રે કલરની નંબર વગરની સ્વીફટ કારમાં આવી હિસાબના બાકીના પૈસા લેવા બાબતે ફરીયાદીને આરોપી કિશનભાઇએ બેઝબોલ નો ધોકો જમણા હાથના કાંડા પાસે મારી મુંઢ ઇજા પહોચાડેલ તેમજ અન્ય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી માર માર્યો હોવાની ભોગ બનનાર કિશનભાઇ એ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.