મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ ગામે લેબલ ક્વાર્ટરમાં પરણિતાએ ગળાફાંસો ખાઈ લેતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ ગામે પાટીદાર માઇક્રોનના લેબર ક્વાર્ટરમાં રહેતી સારમતીબેન મહેશાલ વસરામ (ઉ.વ.૧૯)એ ગઇકાલે પાટીદાર માઇક્રોનના લેબર ક્વાર્ટરમાં ગળે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સારમતીબેનનો લગ્નગાળો ૧ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.