નાની વાવડી ગામે મારામારીના ગુન્હામાં આરોપી પક્ષના વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી મોરબી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવા કર્યો હુકમ
મોરબીના નાની વાવડી ગામે એટ્રોસીટી અને મારામારીના ગુન્હામાં આરોપી દિલીપભાઈ રામજીભાઈ પડસુંબીયાને મોરબી એ.ડી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન પર છોડવા કર્યો હુકમ જાણવા મળતી વિગત મુજબ મોરબીના નાની વાવડી ગામે બનેલ મારામારી અને એટ્રોસીટીના બનાવમાં આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદમાં પોલીસે નાની વાવડી ગામના વતની દિલીપભાઈ રામજીભાઈ પડસુંબીયાની ધરપકડ કરેલ હતી. જેમા આરોપી તરફે દલીલમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષના વકીલ દિલીપભાઈ અગેચાણીયાની ધારદાર દલીલોને કોર્ટે માન્ય રાખી આરોપીને રૂા.૧૫,૦૦૦ના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા જીતેન અગેચાણીયા સુનીલ.એસ.માલકીયા મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા