મોરબી પંથકના લોકોની સુવિધા માટે સતત પ્રત્યનશીલ રહેતા મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજરોજ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રાજ્યક્ષાના શ્રમ,રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકે કાર્યભાળ સંભાળ્યો હતો. આ પ્રસંગે દેવી-દેવતાઓ તથા પૂજ્ય પિતાના આશીર્વાદ લીધા હતા.
આ તકે બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે, ભાજપ અગ્રણીઓ દ્વારા મારા ઉપર જે વિશ્વાસ રાખીને જવાબદારી સોંપવામા આવી છે. તેમાં યશસ્વી કામગીરી કરી હું ગુજરાતની જનતાની સેવા માટે હર હંમેશ માટે તત્પર રહીશ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ દ્વારા રાજ્યકક્ષા મંત્રી તરીકે મારી પસંદગી કરવા બદલ હું પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહજી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. સાથે ગુજરાતના નવનિયુક્ત અને ઉર્જાવાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી, કેન્દ્રીય મંત્રી અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવજીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ.
