મોરબીના દલવાડી સર્કલ નજીકથી બાઈક ચોરી
મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ બી-૧૦ નજીક પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રામપુરા ગામના વતની અને હાલ મોરબીના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ બી-૧૦મા રહેતા ગીતાબેન અમૃતભાઇ લુહાર (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એડી-૮૪૯૪ વાળુ જેની કિંમત રૂ. ૫૦,૦૦૦ વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.