મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના ત્રાજપર ચોરાવાળી શેરીના ચોકમાંથી જાહેરમાં તીન પત્તી નો જુગાર રમતા પાંચ મહિલાઓને ઝડપી પાડ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના ત્રાજપરમા ચોરાવાળી શેરીના ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા દિવુબેન કરમસિંહ કળાન્દ્રા, વર્ષાબેન વીરમભાઇ પનારા, અવનીબેન રવીભાઇ વરાણીયા, રૂપીબેન રમેશભાઇ વરાણીયા, શારદાબેન કાંતીલાલ પાડાલીયા ને રોકડ રકમ રૂ. ૩૬૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.