મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે બસમાં ચડતી વેળાએ મોરબી લગ્ન પ્રસંગમાં આવેલ મહિલાના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ સહીત કુલ રૂ. 1.67 લાખના મુદામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કેશોદના રહેવાસી હેમીબેન કરશનભાઈ ચાવડાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી તેના ભાઈ નટુભાઈના ઘરે દીકરીના લગ્ન હોવાથી આવ્યા હતા જેથી લગ્નમાં પહેરવા સોનાના દાગીના સાથે લાવ્યા હતા જે લગ્ન પતાવીને તેઓ તા. 23/02/2022 ના રોજ કેશોદ જવા મોરબીના જુના બસ સ્ટેન્ડ આવ્યા હતા અને મોરબી-રાજકોટ એસટી બસમાં ચડતી વેળાએ તેના ખભે રાખેલ પર્સમાં રહેલા સોનાના દાગીના જેમાં ત્રણ તોલાનો સોનાનો હાર (કીં.રૂ. 75000), એક તોલાની સોનાની વીંટી (કીં.રૂ. 25000), સાડા ત્રણ તોલાનું સોનાનું લોકેટ (કીં.રૂ. 75000) અને 1500 રોકડ સહીત કુલ રૂ. 1,76,500 ના મુદ્દામાલની ચોરી થઈ હતી જોકે બસમાં બેઠા બાદ તેમના પર્સમાંથી રોકડ દાગીનાની ચોરી થયાની જાણ લજાઈ નજીક થતા તેમના ભાઈઓને જાણ કરી ગઈકાલે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.