મોરબીના જન ઔષધિ કેન્દ્રી દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ નાના માણસોને આ જન ઔષધિ કેન્દ્રોનો લાભ મળે તે માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન ઔષધિ પરિયોજનાની અમલવારી કરાવાઈ રહી છે ત્યારે આજરોજ મોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા “સ્વસ્થ જીવન સાથે પૈસાની થઈ રહી છે બચત” તેવા શુભ સંદેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ નાના માણસોને આ જન ઔષધિ કેન્દ્રો દ્વારા લાભ મળે તે માટે જન ઔષધિ કેન્દ્રો ઉપર એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોને જન ઔષધિ કેન્દ્રો ઉપર શું શું લાભ મળે તેની માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ લોકોને આ જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.





