મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઈલ પી લીધું હતું. આ બનાવ અંગે બે ઇસમ વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ચાંચાપર ગામે રહેતા વિશાલ પ્રાણજીવન ભાઈ સનીયારાએ આરોપી નિર્મળભાઇ આહીર (રહે.દલવાડી સર્કલ નજીક મોરબી) તથા લખનભાઈ ગોગરા બોરીચા (રહે.કોયલી તા.જી.મોરબી) સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી પાસેથી અલગ-અલગ રૂપિયા ફરિયાદી વિશાલ સનિયારાએ 20% વ્યાજ લીધેલ જે રૂપિયાનું 20% લેખે વ્યાજ ફરિયાદીએ આપી દીધેલ હોય તેમ છતા આરોપીઓ અવાર-નવાર ફરિયાદીને ઘેર રૂબરૂ જઈને પૈસાની ઉઘરાણી કરી ગાળો બોલી તેમજ બળજબરીથી મુદ્દલ તથા વ્યાજના રકમના રકમની પઠાણી ઉઘરાણી કરતા વિશાલ સનિયારાને લાગી આવતા ફીનાઇલ પી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.