Monday, May 5, 2025

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર યુવક પર ત્રણ શખ્સોનો હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિસીપરા હાઉસીંગ બોર્ડ બ્લોક નં -૪૯ હનુમાનજીના મંદિરવાળી શેરીમાં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સુમરા (ઉ.વ.૨૯) એ આરોપી એજાજ નુરમામદ જામ તથા રફીકભાઈ નુરમામદ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી મોરબી ગેસ્ટ હાઉસ રોડ સી.પી.આઇ ચોક ડીલક્ષ પાન પાસે રોડ ઉપર આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી છરી વડે ઈજા કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,770

TRENDING NOW