મોરબી: મોરબીના કાલીકા પ્લોટ જલાલ ચોક નજીક છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ જલાલ ચોક નજીક આરોપી મુસ્તફા ઉર્ફે મુસ્તુ દાદુભાઈ દાવલીયા (ઉ.વ.૨૧.રહે. મકરાણીવાસ, મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.





