મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ બાબા અહેમદશા મસ્જિદ વાળી શેરીમાંથી એક શખ્સને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં બાવા અહેમદશા મસ્જીદ વાળી શેરીમાં દરોડો પાડી આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.