મોરબીના ઉંચી માંડલ ગામે ટ્રકે બાઇકને હડફેટે લેતા સગીર સહિત બેના મોત; એક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે બાબા રામદેવ હોટલ સામે રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવાન તથા પાછળ બેઠલ સગીરને ગંભીર ઇજા પહોંચતા બંનેના મોત નિપજ્યા હતા. તથા એક સગીરને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા વિજયભાઈ દેવસીભાઈ લાંબરીયા (ઉ.વ.૩૦) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-GJ-12-AU.-8427 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૬-૦૯-૨૦૨૩ ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યા પહેલાં કોઈપણ સમયે ટ્રક નંબર GJ-12-AU-8427 વાળાના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી તળાવીયા શનાળા ગામ તરફથી ચલાવી આવી મોરબી-હળવદ રોડ ઉપર ચડાવી હળવદ તરફ જવા વળાંક લેવા જતા ફરીયાદીના ફઇના દિકરા સુનિલભાઇ લાખાભાઇ પરસાદીયા ઉ.વ.૧૯ તથા ફરીયાદીના ભત્રીજા નયનભાઇ રાજેશભાઇ લાંબરીયા ઉ.વ.૧૫ તથા ફરીયાદીના કુટુંબી ભાઇ કરણભાઇ ભરતભાઇ લાંબરીયા ઉ.વ.૧૭ રહે.બધા ઉંચી માંડલ ગામ તા.જી.મોરબી વાળાઓને મોટરસાયકલ નંબર GJ-36-J-3903 વાળા સહીત હડફેટ લેતા સુનીલભાઇ તથા નયનભાઇના શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ કરણભાઇને ડાબા પગમાં સામાન્ય ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે વિજયભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.