મોરબીના આરટીઓ પુલ નજીક મચ્છુ-૩ ડેમમાં થોડા દિવસો પહેલા જ યુવતીએ ઝંપલાવી આપઘાત કર્યો હતો. ત્યારે વધુ એક યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી મુજબ મોરબીનાં રવાપર એસ. પી. રોડ પર રહેતા આશિષભાઈ થોભણભાઈ જાકાસણીયા (ઉં.વ.૩૫) નામનાં યુવાને કોઈ કારણસર આરટીઓ પુલ નજીક મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી પરંતુ અંધકારને પગલે ડેડબોડી મળી નહોતી. જ્યારે આજે સવારે ફરીથી તપાસ હાથ ધરવામાં આવતાં યુવાનની ડેડબોડી મળી આવી હતી. હાલ પોલીસે યુવાનની ડેડબોડીને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડી બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.