Thursday, May 1, 2025

મોટા દહિસરા ગામે ગૂંગળામણ થી બે યુવકનાં મોત

Advertisement
Advertisement
Advertisement

મૂળ ઝારખંડ રાજ્યના વતની અને હાલ માળીયા (મીં) તાલુકાના મોટા દહીંસરા ગામે રેલવે ફાટક પાસે રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા કૂલદીપકુમાર ચુરામણ મહતો (ઉ.વ.૨૧) તથા ગોપાલકુમાર ગીરધારી મહતો (ઉ.વ‌..૨૦) નામના બંને યુવકો રાત્રીના જમીને પોતાની ઓરડી પર સુઈ ગયેલ અને વહેલી સવારે ઉઠેલ ન હોય જેથી તેના સાથે કામ કરતા કર્મચારી સાહેદ તેઓની ઓરડી પર જતા બન્ને બેભાન અવસ્થામા હોય જેથી બન્ને ઇસમોને સારવાર માટે સરકારી હોસ્પીટલ મોરબી ખાતે લઇ જતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા બન્ને ઇસમોની લાશનુ ફોરેન્સીક પી.એમ.કરાવતા ડોકટર એ બન્ને ઇસમોનુ ગુંગળામણના કારણે મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,621

TRENDING NOW