Tuesday, March 10, 2026

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીની જનતા માટે ઓનલાઈન ત્રણ સ્પર્ધાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીની જનતા માટે ઓનલાઈન ત્રણ સ્પર્ધાનું આયોજન

મોરબી: આજે આપણે ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યો વિશે અપરિચિત થઈ રહ્યા છીએ તો આ અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મોરબીની પ્રિય જનતા માટે ઓપન મોરબી ઓનલાઈન ત્રણ સ્પર્ધાઓ યોજી રહ્યા છીએ. તો આ સ્પર્ધામાં જેમને પણ નામ લખાવા હોય તે તારીખ 26.12.2022 સુધી સ્પર્ધાની સાથે જણાવેલ કોન્ટેક્ટ નંબર ઉપર લખાવી આપશો. આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ તારીખ 02.01.2023 ના રોજ જાહેર કરવામાં આવશે અને વિજેતાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે.

સ્પર્ધા નંબર 1

“દાદી માનો અંધવિશ્વાસ અને તેની પાછળ રહેલી વૈજ્ઞાનિક સત્યતા”

સમય ત્રણ મિનિટ અને ઉમર 16 વર્ષથી ઉપર

આજે આપણા સમાજમાં કેટલાય એવા રિવાજો છે કે જેમને લોકો અંધવિશ્વાસ માનતા હોય છે જેમ કે તમો બહાર નીકળો તો દહીં ખાઈને બહાર જવાનું આ રિવાજ આપણા પૂર્વજોએ બનાવેલું છે પણ આ રિવાજ ની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે.

ઉપર જણાવેલ સ્પર્ધા માટે તમારે ત્રણ મિનિટનો વિડીયો બનાવીને નીચેના કોન્ટેક નંબર ઉપર મોકલવાનો રહેશે.
Contact no. 7284842189. .9726599930..

સ્પર્ધા નંબર 2

“આજે આપણા દેશમાં બધા ત્યોહાર કેમ ઉજવવામાં આવે છે?”

સમય.. ત્રણ મિનિટ. ઉમર 7 થી 15 વર્ષ

આજે આપણા દેશમાં જેટલા ત્યોહાર ઉજવવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક કથા અથવા તો તેનું મહત્વ છુપાયેલું હોય છે તો આ માટે નીચે દર્શાવેલ કોન્ટેક નંબર ઉપર ત્રણ મિનિટ નો વિડીયો બનાવીને મોકલવાનો રહેશે.
Contact no. 7284842189. .9726599930..

સ્પર્ધા નંબર 3

“ગીતાના શ્લોક મોઢે બોલીને તેનો અર્થ કહેવાનો”

સમય ત્રણ મિનિટ, ઉમર 5 થી 10 અને 11 થી 15 વર્ષ

આજે આપણા દેશમાં આપણી માતૃભાષાની સાથે સંસ્કૃત નો પણ સમાવેશ કરવામાં આવે છે.. તો આ સંસ્કૃત ભાષામાં ગીતાના શ્લોક મોઢે બોલીને તેનો અર્થ બતાવવાનો રહેશે.

ઉપરોક્ત આ ત્રણેય સ્પર્ધાઓમાં દરેક સ્પર્ધકોએ ત્રણ મિનિટ નો વિડીયો બનાવીને જણાવેલ કોન્ટેક્ટ નંબર ઉપર મોકલવાનો રહેશે અને જેમનો વિડીયો નિયમ અનુસાર હશે અને ઉત્તમ હશે તેઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે.

એન્ટ્રી લખાવા માટે:

કવિતા મોદાની
7284842189

રંજના સારડા
9726599930

પ્રીતિબેન દેસાઈ
9328970499

મયુરી કોટેચા
9275951954

Related Articles

Total Website visit

1,595,263

TRENDING NOW